રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદ: બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીએ આ મામલે જણાવ્યું છે કે, રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની રાહ જાેવાઇ રહી છે. તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ ૨૦૨૧) થવાની આશા છે. ૨૪થી ૨૬ જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૪ જુલાઈઃ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.
૨૫ જુલાઈઃ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.૨૬ જુલાઈઃ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.
ઉલ્લેખનીય છે કે અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ ૨૫.૭૯ ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં ૨૭.૦૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૯.૨૮ ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં ૨૧.૯૦ ટકા અને સૌરાષ્ટ્રમાં ૨૪.૦૪ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૧.૭૫ ટકા વરસાદ નોંધાયો છે. અત્યારસુધી ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે લો પ્રેશરના કારણે સારો વરસાદ થશે અને વરસાદની ઘટ પણ પૂર્ણ થશે.
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થયો છે પરંતુ ઉત્તર ગુજરાતમાં જાેઈએ તેવો વરસાદ થયો નથી. ૨૪ અને ૨૫ જુલાઇના ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થશે. ચારથી આઠ ઇંચ સુધી વરસાદ થવાની અગાહી અંબાલાલ પટેલે કરી છે.