રાજ્યમાં આગામી રવિવારથી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: સમગ્ર રાજય માં થોડાક દિવસો થી વરસાદ પડતો નહિવત જાેવા મળી રહ્યો છે. જેમને લઈને રાજયના ખેડૂતો ચિંતામાં છે ત્યારે તેમને લઈને રાહત ના સમાચાર આવ્યા છે . મળતી માહિતી અનુસાર હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે જે અંતર્ગત રાજય માં ૧૧ તારીખથી વરસાદનું જાેર વધશે તેવી આગાહી કરવામાં આવી છે . જે અંતર્ગત ૧૧ તારીખથી બંગાળની ખાડીમાં સર્જાશે લૉ પ્રેશરની સિસ્ટમ જેની અસરથી ગુજરાતમાં થશે મેઘમહેર થશે.
હવામાન વિભાગના ની આગાહી મુજબ ૧૧ થી ૧૩ જુલાઈ દક્ષિણ ગુજરાતમાં વરસશે વરસાદ. તો ૧૨ અને ૧૩ જુલાઈના સૌરાષ્ટ્રમાં વરસશે વરસાદ. તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ પડે તરવી સંભાવના જાેવા મળી રહી છે .
આ વર્ષે લગભગ એક સપ્તાહ જેટલું વહેલુ નૈઋત્યનું ચોમાસું શરૂ થયું હતું. આણંદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને શરૂઆતમાં જ ધબધબાટી બોલાવતા આણંદ તાલુકામાં સાત ઈંચ વરસાદ ખાબક્યો હ તો. આ ઉપરાંત જિલ્લાના ખંભાત, તારાપુર પંથકમાં પણ ચારથી પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ પાંચેક દિવસ સુધી જિલ્લામાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો.