રાજ્યમાં આગામી ૨-૩ દિવસ હળવો વરસાદ પડી શકે છે

પ્રતિકાત્મક
અમદાવાદ, ગરમી અને વરસાદ મામલે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ આવી શકે છે. રાજ્યમાં આગામી ૩ દિવસ દરમિયાન ગરમી અને બફારો વધારે રહેશે. ૩૧ મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે. જ્યારે ૧૫ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના છે. પશ્ચિમના પવનો ફૂંકાતા ગરમીમાં રાહત થશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે ખુશ ખબર મળી રહ્યા છે. હવામાન વિભાગના અનુસાર ૨૬ મેથી ૧ જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. જ્યારે ગુજરાતમાં ૧૫ થી ૨૦ જૂન વચ્ચે ચોમાસુ ગુજરાત આવી પહોંચશે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું પુર્વાનુમાન વ્યક્ત કરાયું છે.
હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અંદમાન નિકોબારમાં શુક્રવારે સવારે આવી પહોંચ્યું જેના પગલે નિકોબારમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનાં અનુસાર આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઇ અસર નહી જાેવા મળે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી વ્યક્ત કરતા ખેડૂતોમાં પણ ખુશી જાેવા મળી રહી છે. જાે કે અગાઉ ખાનગી હવામાન એજન્સી ૧૦૩ ટકા ચોમાસુ રહેવાની શક્યતા વ્યક્ત કરી ચુક્યું છે.
ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય કરતા વધારે રહ્યો હતો. જેની સરખામણીએ વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હવામાન વિભાગનાં અનુસાર વરસાદ ૯૬ થી ૧૦૪ ટકા સુધી પડે તો આ વરસાદ સામાન્ય માનવામાં આવે છે. જેથી ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. જે ખેડૂતો માટે ખુબ જ ખુશીના સમાચાર છે.