Western Times News

Gujarati News

રાજ્યમાં આજથી ફાસ્ટટેગ અમલી

અમદાવાદ, રાજ્યમાં આજથી ફાસ્ટટેગનો અમલ શરૂ થયો છે. મોટાભાગનાં વાહનચાલકોએ ફાસ્ટટેગ લગાવ્યું ન હોવાથી ભારે હાલાકી થઈ રહી છે. જેનાં કારણે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે ઉદેપુર તથા રાજ્યના અન્ય ટોલટેક્ષ પર વાહનોની લાંબી કતારો જાવા મળી રહી છે. વાહનચાલકોને આ અંગે પૂરી સમજ ન હોવાનું જાણવા મળે છે. ઘણા વાહન ચાલકોની સૌથી મોટી ફરીયાદ એ છે કે આજથી અમલી બનેલ ફાસ્ટટેગને કારણે તથા મોટા ભાગના વાહનચાલકોને આ અંગે ઊંડી સમજ ન હોવાને કારણે વાહનોની લાંબી કતારો જાવા મળે છે. જેને કારણે કલાક જેટલો સમય વેડફાય છે. ખરી મુશ્કેલી કર્મચારીઓને છે જેમને નોકરી ઉપર જવા વાહનોનો ઉપયોગ કરતાં હોય છે.

ફાસ્ટટેગમાં વધુ રકમ કપાવવાની ફરીયાદો જાવા મળી રહી છે. જાણકારોના મંતવ્ય મુજબ ટોલટેક્ષ પર બે વાહન વચ્ચે ત્રણથી ચાર ફુટ જેટલું અંતર રાખવું જરૂરી છે. અન્યથા જા આગળનાં વાહનનો કોઈ કારણસર ટોલટેક્ષ કપાયો ન હોય તો તેવા સંજાગોમાં આપના વાહનમાંથી પણ ડબલ ટોલટેક્ષ કપાઈ શકે છે. તેથી આ બાબતે વાહનચાલકોએ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. ટોલટેક્ષ નાકા ઉપર થતી રકઝક છૂટથી મારામા તથા અનેક સમસ્યાઓને દૂર કરવા રાજ્ય સરકારે ફાસ્ટ ટેગનો અમલ કરવા નિર્ણય લીધો હતો.

ફાસ્ટ ટેગ લગાવવાને કારણે આ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેને કારણે વાહનચાલક તેનું વાહન સરળતાથી ટોલનાકા પરથી પસાર કરી શકશે. વાહનની આગવના ભાગમાં સ્ક્રીન ઉપર ટેગ લગાવડવાની હોય છે. વાહનચાલકોમાં જેમજેમ જાગૃત આવશે તેમતેમ નેશનલ હાઈવે પર જાવા મળતી વાહનોની લાંબી કતારો જાવા મળશે નહીં. તેમજ વાહનચાલક સરળતાથી તેનું વાહન ઝડપથી પસાર થઈ જશે. હજુ મોટાભઆગના વાહનોમાં ફાસ્ટટેગ લગાડવામાં આવ્યા ન હોવાને કારણે ટોલબુથ પર રોકડ સ્વીકારવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.