રાજ્યમાં આજે કોરોનાનાં કુલ ૧૦૬૯ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના આંકડાઓમાં મોટો ઉછાળો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં ૧૦૬૯ કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર ૧૦૩ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી ૮,૧૮,૭૫૫ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૩૧ ટકાએ પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર રસીકરણનાં મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧,૫૨,૦૭૧ રસીના ડોઝ અપાયા હતા.
જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૩૯૨૭ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૧ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૩૯૧૬ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૭૫૫ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૦૧૧૯ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે નવસારીમાં એક નાગરિકનું મોત થઇ ચુક્યું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨ને રસીનો પ્રથમ, ૪૧૩ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૪૫ વર્ષથી વધારેની ઉંમરના નાગરિકો પૈકી ૬૧૦૬ નાગરિકોને રસીનો પ્રથમ, ૩૪૫૬૫ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૯૭૨૮ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૯૧૨૫૮ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧,૫૨,૦૭૨ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૯૫,૮૭,૪૧૭ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
રાજ્યમાં આજે કોરોનાના કુલ ૧૦૬૯ કેસ નોંધાયા છે તે પૈકી અડધા કેસ માત્ર અમદાવાદમાં ૫૫૯ કેસ નોંધાયા છે, સુરતમાં ૧૫૬, વડોદરા કોર્પોરેશન ૬૧, રાજકોટ કોર્પોરેશન ૪૧, આણંદ ૩૯, ખેડા ૩૯, કચ્છ ૨૨, વલસાડ ૨૧, રાજકોટ ૨૦, ગાંધીનગર કોર્પોરેશન ૧૭, ગાંધીનગર-નવસારી ૯-૯, મોરબી-સુરત ૮-૮, ભરૂચ ૭, દાહોદ-સાબરકાંઠા-વડોદરા ૬-૬, જામનગર કોર્પોરેશન ૫, અમરેલી, ભાવનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન ૪-૪, ગીર સોમનાથ, જુનાગઢ, મહેસાણા ૩-૩, જામનગર, મહીસાગર, તાપીમાં ૨-૨, અરવલ્લી, બનાસકાંઠા, દેવભુમી દ્વારકા ૧-૧ કેસ નોંધાયો છે.SSS