Western Times News

Gujarati News

રાજ્યમાં ઓગસ્ટના પ્રારંભે ધોરણ ૫થી ૮ની ઓફલાઈન સ્કૂલો શરૂ થઈ શકે છે

Files Photo

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો થતા જ શાળા-કોલેજાેમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ ૯ થી૧૨ અને કોલેજાેમાં શરૂ થયેલા શૈક્ષણિક કાર્ય બાદ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયાથી ધોરણ ૫ થી ૮ની સ્કૂલો શરૂ કરવામાં આવી શકે છે, જાે કે નાના ભૂલકાંઓના ધોરણ ૧ થી ૫ના વર્ગો શરૂ કરવાની શિક્ષણ વિભાગને કોઈ ઉતાવળ નહીં હોવાનું જાણવા મળ્યું છે, તે જાેતા ધોરણ ૧ થી ૫ની શાળા દિવાળી પછી શરૂ થઈ શકે છે.
સમગ્ર ગુજરાતમાં ૧૫ જુલાઈથી ધોરણ ૧૨ અને ૨૬ જુલાઈથી ધોરણ ૯થી ૧૧ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેતો આપ્યાં છે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ ૯થી ૧૧ના વર્ગો શરૂ થયાં છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે.બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે. જેમાં વધુ વર્ગો ક્યારે શરૂ કરવા તેનો ર્નિણય લેવામાં આવશે. જાે કે બાળકોએ શાળાએ આવવું ફરજીયાત નથી. બીજી તરફ સ્કૂલોએ ફરજીયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે તેમ શિક્ષણમંત્રી એ જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રીએ આપેલા સંકેત મુજબ ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલના વર્ગોની સાફ સફાઈ માટે પણ સૂચના આપવામાં આવી છે. ઓગસ્ટ માસની શરૂઆતથી ધોરણ ૫ થી ૮ ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે. ૧૫ ઓગસ્ટ બાદ ધોરણ ૧થી ૫ શરૂ કરવા બાબતે સરકાર હાલ કોઈ જાેખમ લેવા તૈયાર નથી.

જેથી દિવાળી પછી નાના ભૂલકાંઓનું શિક્ષણ કાર્ય શરૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવશે. હાલ જે શૈક્ષણિક કાર્ય શરૂ થશે તેમાં ૫૦ ટકા કેપિસિટી સાથે ઓડ ઈવન પદ્ધતિ પ્રમાણે વર્ગો શરૂ કરવાની સરકારની તૈયારી છે. આ ઉપરાંત સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત રાખવામાં આવશે. વાલીના સહમતીપત્રક સાથે જ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવશે. આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે કોર કમિટીની બેઠકમાં ચર્ચા થશે. આ અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર વિધિવત રીતે જાહેરાત કરશે.

ગુજરાતમાં ૨૬ જુલાઈથી ધો.૯થી ૧૧ની સ્કૂલો ઓફલાઈન શિક્ષણ માટે શરૂ થઈ ગઈ છે ત્યારે પ્રથમ દિવસે ધો.૯થી૧૧માં ૨૫ ટકાથી ઓછી વિદ્યાર્થી હાજરી દેખાઈ હતી. જ્યારે વિદ્યાર્થીઓને લગભગ ૬ મહિના બાદ ક્લાસરૂમમાં ભણીને ખુશી થઈ હતી. ૧૫મી જુલાઈથી રાજ્યમાં ધો.૧૨ની સ્કૂલો અને કોલેજાે શરૂ કરી દેવાઈ છે. ધો.૯થી ૧૧ની ૧૨ હજાર ૯૩૪ સ્કૂલોમાથી પ્રથમ દિવસે ધો.૯માં ૩ લાખ ૭૨ હજાર ૯૧૪ વિદ્યાર્થીમાંથી ૮૬ હજાર ૭૩૪ વિદ્યાર્થી હાજર રહેતા ૨૩.૨૬ ટકા હાજરી નોંધાઈ હતી.ધો.૧૦માં ૪ લાખ૪ હજાર ૩૧૫ વિદ્યાર્થીમાંથી ૯૮ હજાર ૦૫૭ વિદ્યાર્થી હાજર રહેતા ૨૪.૨૫ ટકા હાજરી નોંધાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.