Western Times News

Gujarati News

રાજ્યમાં કુલ ૧૮ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું

નવીદિલ્હી, આજે વડાપ્રધાન મોદી દ્વારા ગુજરાતમાં વિવિધ વિકાસના કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. જેના ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં જે ઓક્સિજનની અછત સર્જાઈ હતી તેને લઈને આજે વિવિધ જિલ્લાઓમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાયા છે.

અમદાવાદની સોલા હોસ્પિટલમાં પણ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તે સીવાય આજે ભરૂચમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્ચે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઓક્સિજન પ્લાન્ટ ૮૦ લાખના ખર્ચે પીએમ કેર્સ ફંડમાંથી બનાવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે આજે રાજ્યમાં કુલ ૧૮ પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં પીએમ મોદીના હસ્તે ઈ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. મહત્વની વાત એ કે કોરોના સંક્રમણ તેમજ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં ૨૬૧ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. જેથી લોકોને મહામારીમાં પૂરતી સેવા મળી રહે.

PM કેર ફંડ અંતર્ગત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ તેમજ સુરત સિવાય ભરૂચ, પાટણ અને થરાદ, અને પાલનપુરમાં પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. તે સિવાય ખેડબ્રહ્મા , ભિલોડા, માણસા તેમજ વડનરમાં પણ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પઁણ કરવામાં આવ્યું છે. સાથેજ ગોધરા સંતરામપુર અને ગરુડેશ્વરમાં પણ નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ આજે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથેજ અમદાવાદમાં આવેલ સોલા સિવિલમાં પણ નવા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કુલ ૨૬૧ જેટલા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. જેમા ૨૦૪ મેટ્રિક ટની ઉત્પાદન ક્ષમતા સાથે ૨૬૧ પ્લાન્ટની સ્થાપના કરાઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવા બનાવવામાં આવેલ પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે. ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી વાત કહી હતી.

ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું હતું કે, કોરોના કાળમાં ભારતે લોકોની સારી સેવા કરી છે. લોકોના હિત માટે મારો વિસ્તાર મારો વિસ્તાર ન કરવું. નવા આવ્યા એટલે ઉત્સાહ હોય પણ પછી લાફા પડે. મને વિશ્વાસ છે કે, તમે લાફા નહીં મારો, પણ શીખવાડશો.

તેમણે કહ્યું હતું કે નવા મંત્રીમંડળમાં નવા આવ્યા હોય એટલે ઉત્સાહ હોય. ધીરે ધીમે આજુબાજુથી લાફા પડે તેમ કામ ઉતરતુ જાય. પણ મને વિશ્વાસ છે કે તમે મને લાફો નહિ મારો, પણ શીખવાડશો કે આવુ કરવુ જાેઈએ. સારુ કામ થશે તેવો મારો વિશ્વાસ છે. મારા પહેલાના મિત્રોએ ગુજરાતને એક લેવલ પર પહોંચાડ્યુ છે. હવે ગાંધીનગરને પણ આપણે જીત્યુ છે. અમારી હજી શરૂઆત છે.

જ્યારે જ્યારે કોરોનામાં ભાઈ ભાઈની સાથે ઉભો ન રહે, માતાપિતા દીકરા સાથે ઉભા ન રહે, પતિ પત્ની સાથે ઉભો ન રહ્યો, પણ ભાજપનો કાર્યકર્તા લોકોના સુખ સાથે સુખી થયો છે અને લોકોના દુખ સાથે દુખી થયા છે. તેમણે કહ્યું હતું કે, આપણને ઘણીવાર એમ થાય કે વિદેશીઓ દરેક બાબતમાં અવ્વલ છે. પણ કોરોનાકાળમાં સૌથી સારી સેવા ભારત અને ગુજરાતે કરી છે.

ગુજરાત એક મોડલ છે કે, પ્રાઈવેટ હોસ્પિટલના બેડ રાખીને ટ્રીટમેન્ટ કરાવવામાં આવી છે. કોર્ટે પણ કહ્યું કે, આ મોડલ દરેક રાજ્યએ સ્વીકારવુ જાેઈએ. ગુજરાતે કોરોનામાં જે કામગીરી કરી, તે શ્રેષ્ઠ હતી. આર્ત્મનિભર થઈને ભારતમાં કોરોનાકાળમાં કામગીરી થઈ છે.

ગુજરાતમાં જ્યારે હિત જાેવાનો હોય ત્યારે મારો વિસ્તાર જાેવાનો ન હોય. છેવાડાના માનવીનો વિચાર કરીને સેવા આપવાની હોય. ગુજરાત ઓક્સિજન ક્ષેત્રે આર્ત્મનિભર થવા જઈ રહ્યુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.