Western Times News

Gujarati News

રાજ્યમાં કેારોના પોઝિટિવિટી દર ૧.૫ થી વધી ૮.૫ પર પહોંચ્યો

Rajkot father mother son death Corona

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના સંક્રમણના કેસો ખુબ ઝડપથી વધી રહ્યો છે.કોરોનાના લીધે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વાપી, છોટાઉદેપુર, કચ્છ, અમરેલી,પોરબંદર,રાજકોટ જિલ્લાની સરકારી હોસ્પિટલોની હાલત અતિ ગંભીર છે. કોરોના સંક્રમણના કેસો ડબલ વેગે વધી રહ્યા છે. કોરોના પોઝિટીવિટી રેટમાં અમદાવાદ મોખરે છે તેનો પોઝિટીવિટી રેટ ૧૬ ટકા,જયારે સૈાથી ઓછો પોઝિટીવિટી રેટ જૂનાગઢમાં ૩.૫ ટકા નોંધાયો છે. કોરોના સંકમણના કેસો મહેસાણામાં ઝડપથી વધી રહ્યા છે.. સુરત,વડોદરો,અને રાજકોટ કરતાં પણ વધારે પોઝિટીવિટી કેસો મહેસાણામાં આવી રહ્યા છે. દેશમાં કોરોના
મૃત્યુના દરમાં ગુજરાત ત્રીજા નંબર છે.પોઝિટીવિટીમાં ભારે ઉછાળ જાેવા મળ્યો છે.

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોના વાયરસના કેસો ખુબ વધી રહ્યા છે. એક તબ્બકે ૧.૫ ટકા સુધી પહોંચી ગયેલો પોઝિટીવિટી રેટમાં ભારે ઉછાળ આવ્યો છે.૧.૫ થી વધીને ૮.૫ થઇ ગયો છે તે ચિંતાજનક બાબત છે. જિલ્લા અને શહેરની વાત કરીએ તો અમદાવાદનો પોઝિટીવિટી રેટ ૧૬ ટકા થયો છે.છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧.૮૦ લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા.તેની સામે ૧૪૨૯૬ લોકો કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા.

સરકારી આંકડા અનુસાર અનુસાર અમદાવાદનો પોઝિટીવિટીનો દર ૧૬ ટકા છે. મહેસાણા ૧૧ ટકા વડોદરા ૧૦,જામનગર ૧૩,ભાવનગર ૧૨,સુરત ૫,રાજકોટ અને જૂનાગઢમાં૩.૫ ટકા પોઝેટીવિટી દર નોંધાયો છે.આ આંકડા સરેરાશ દૈનિક ટેસ્ટીંગના આધારે કાઢવામાં આવ્યા છે. રાજ્યમાં સરેરાશ પોઝેટીવ રેટ ૧.૫ થી વધીને ૮.૫ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.