રાજ્યમાં કોરોનાના કુલ ૧૬ નવા કેસ સામે આવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Corona.jpeg)
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં ૧૬ નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૨ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૫૯૯ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૬ પર પહોંચી ચુક્યો છે.
તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. ૫,૦૫,૬૭૧ રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા છે. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૪૯ કોરોનાના કેસ છે. જે પૈકી ૩ વેન્ટીલેટર પર છે. જ્યારે ૧૪૬ સ્ટેબલ છે.
૮,૧૫,૫૯૯ નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૮૨ નાગરિકોના અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જાે કે કોરોનાને કારણે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. જે રાજ્રાય માટે રાહતના સમાચાર ગણાવી શકાય.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૧૩ને પ્રથમ ડોઝ અને ૨૫૬૯ કર્મચારીને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૬૬૨૮૨ નાગરિકોને રસીનો પ્રથમ અને ૬૫૭૫૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧,૮૩,૧૫૫ ને રસીનો પ્રથમ જ્યારે ૧,૮૭,૮૯૬ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૫,૦૫,૬૭૧ રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા છે. આ પ્રકારે કુલ ૫,૯૩,૮૦,૧૪૨ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS