રાજ્યમાં કોરોનાના કેસમાં વિસ્ફોટ: 24 કલાકમાં કોરોનાના 4213 કેસ નોંધાયા: અમદાવાદમાં સૌથી વધુ 1835 કેસ

ગાંધીનગર, સમગ્ર વિશ્વમાં કોરોનનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે . જેમાં આ લોકોએ વેક્સિન લઈને સુરક્ષિત થયા હતા. ત્યારે હવે એવો જ એક નવો રોગ આવી રહ્યો છે . જેમાં વિશ્વમાં ઓમિક્રોનની એન્ટ્રીના તમામ દેશો કોરોના મામલે એલર્ટ થઇ ગયા છે,તેમજ દિવાળી પછી લોકોની બેદરકારીના લીધે કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના કેસ માં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે . સાથે કોરોનાના નવા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4213કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4213કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 1835કેસ વડોદરામાં 103, આણંદમાં 112કેસ, સુરતમાં 1105 , રાજકોટમાં 183 કોરોનાના કેસ નોંધાયા છે .જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 860દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનુ મોત થયું છે.રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,44,366પર પહોચ્યો છે . જયારેરાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,20,383ને આસપાસ થઈ છે