Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોનાના કેસ 11 હજારને પાર, 11176 નવા કેસ

ગાંધીનગર, રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર 11 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11176 નવા કેસ નોંધાયા છે અને 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3673 કેસ નોંધાયા છે.

સુરતમાં 2690, રાજકોટમાં 440, વલસાડમાં 337 ગાંધીનગરમાં 319 કેસ નોઁધાયા છે. અગાઉ 10 મેએ 11592 કેસ હતા. તો રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 50 હજારને પાર થયો છે. અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મળી કુલ 5 લોકોના મોત થયા છે. છેલ્લે 19 જૂને 5 લોકોના મોત નોંધાયા હતા.

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 96 હજાર 894ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 142 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 36 હજાર 140 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 50 હજાર 612 એક્ટિવ કેસ છે, જેમાંથી 64 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 50 હજાર 548 દર્દીની હાલત સ્થિર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.