Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોનાના દર્દીનો પ્રથમ રિપોર્ટ કઢાવનાર તબીબે વાયરસને હરાવી જીત મેળવી

અમદાવાદ: અમદાવાદની વિશ્વ વિખ્યતા બી.જે. મેડિકલ કાૅલેજના ડીન ડાૅ.શાહ અને તેમના પત્નીએ કોરોનાને હરાવ્યો, કોરોનાથી ડરવાનું નથી લડવાનું છે. અમદાવાદની સિવિલ હાૅસ્પિટલના સંકુલમાં આવેલી બી.જે.મેડીકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં કોરોનાનો રીપોર્ટ કઢાવીને દર્દીને પોઝીટીવ-નેગેટીવ રીપોર્ટની જાણ કરતા ડીન પોતે જ કોરોના સંક્રમિત થઈ જાય ત્યારે શું થાય !!! કોરોનાની કપરી પરિસ્થિતિઓમાં દર્દીને કોરોનાના લક્ષણ જણાઈ આવે ત્યારથી લઈ કોરોનાનો રીપોર્ટ ન આવી જાય

ત્યાં સુધીનો સમયગાળો દર્દી અને તેમના સગા માટે ચિંતામય રહેતો હોય છે.. આવી પરિસ્થિતિઓમાં બી.જે.મેડીકલ કોલેજના ડીન અને માઈક્રોબાયોલોજી વિભાગના ૬૦ વર્ષીય સ્ફ્રૂર્તિવાન પ્રોફેસર ડાૅ. પ્રણય શાહ ગુજરાતમાં કોરોનાના પગરણ મંડાયા ત્યારથી ત્રણ મહિના સુધી સતત ૧૨ થી ૧૪ કલાક સુધી લેબોરેટરીમાં ટેસ્ટ નિકાળવા માટે ખડેપગે હાજર રહી ત્વરિત રીપોર્ટ મળી રહે તે સુનિશ્ચિત કરી અનેક દર્દી અને તેમના સંબંધિઓને મદદરૂપ બન્યા છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનો પ્રથમ ટેસ્ટ નિકાળનાર ડાૅ. પ્રણય શાહ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં રીપોર્ટ નિકાળતાં કોરોનાગ્રસ્ત થયાં હતાં. તેઓ કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર હાજર થઈ ઉત્સાહભેર દર્દીઓની સેવામાં લાગી ગયા છે.

ડો. શાહ જણાવે છે કે, ‘સૌથી પહેલાં મને સ્વાદ અને સુગંધ અનુભવાતી બંધ થઈ ગઈ ત્યારે મને કોરોનાનાં પ્રાથમિક લક્ષણો જણાઈ આવ્યા હતાં. મારી પત્નીને પણ ત્રણ દિવસ સુધી સતત તાવ આવતાં અમે બંન્નેએ ઈ્‌ઁઝ્રઈ ટેસ્ટ નિકાળવાનું નક્કી કર્યું. તારીખ ૧૨ જૂનના રોજ અમારા બંન્નેનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો ત્યારે અમે હોમ આઈસોલેશન થયા હતા પરંતુ મારી પત્નીની તિબિયત દિન-પ્રતિદન લથડતાં યુ,એન.મહેતા હોસ્પિટલ ખાતે અમે બંને સારવાર અર્થે દાખલ થયા. ૧૨ દિવસ પછી ફરીથી ટેસ્ટ નિકાળતાં અમારા બંન્નેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો.’

હકારાત્મક અભિગમ અને મજબુત મનોબળના પરિણામે બંન્ને ઝડપભેર સાજા થઈ ગયા. ડાૅ. પ્રણય શાહ તેમના ૮૭ વર્ષીય પિતા અને ૮૨ વર્ષીય માતા સાથે સહપરિવાર રહે છે. આવી પરિસ્થિતિઓમાં ડાૅ. શાહ સાથે તેમના વયોવૃધ્ધ માતા-પિતા પણ કોરોના સૈનિક બનીને જંગ લડ્યા હોય તેમ કહેવું જરાય અતિશ્યોક્તિ પૂર્ણ નથી.

કોરોનાને પરાસ્ત કરવા માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય તે અત્યંત જરૂરી છે. આપણે સૌએ કોરોનાની સાથે જીવતા શીખી જવું પડશે અને જેમને કોરોના થયો છે, તેમનાથી દૂર ભાગવાના બદલે પ્રેમ, હુંફ, લાગણી અને સારવાર દ્વારા કોરોના સામે લડવાની તેમની માનસિક ક્ષમતામાં વધારો કરવાથી જ કોરોના સામેની આ જંગ આપણે ચોક્કસથી જીતી જઈશું તેમ ડાૅ. શાહ જણાવે છે.

સૌ નાગરિકોને સંદેશ પાઠવતાં ડાૅ. શાહ જણાવે છે કે, ‘આજે સમગ્ર દેશ અને દુનિયા કોરોનાની સામે જંગ લડી રહી છે ત્યારે આપણે સૌએ સાથે મળીને કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવું જાેઈએ. સૌ સાથે મળી કોરોનાને હરાવીશું અને આપણે ચોક્કસ જીત મેળવીશું તેવો મને અતૂટ વિશ્વાસ છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બી.જે.મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબોરેટરીમાંની માર્ગદર્શિકા પ્રમાણે કોરોનાના શંકાસ્પદ દર્દીઓનાં ટેસ્ટ રીપોર્ટ નિકાળવાની તમામ કામગીરી ડાૅ. પ્રણય શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે અંદાજિત ૬૦,૦૦૦ થી વધુ ઇ્‌ઁઝ્રઈ ટેસ્ટ બી.જે.મેડીકલ ખાતે નીકાળવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.