Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોનાના નવા કુલ ૧૨૨ કેસ નોંઘાયા

Files Photo

ગાંધીનગર: રાજ્યમાં હવે કોરોના લગભગ કાબુમાં આવી ચુક્યો છે. સરકારનાં કડક નિયમન અને રસીકરણના પગલે દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઘટાડો પણ આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ ૩,૭૭,૪૩૯ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. તો બીજી તરફ કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ ઉછાળો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ૯૮.૩૧ ટકાએ પહોંચી છે.

રાજ્યમાં આજે કોરોનાનાં નવા ૧૨૨ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૩૫૨ દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૮,૦૯,૨૦૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.જાે એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ ૩૮૮૩ કેસ એક્ટિવ છે.

જે પૈકી ૨૩ લોકો વેન્ટિલેટર પર છે. ૩૮૬૦ લોકો સ્ટેબલ છે. ૮૦૯૨૦૧ લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૦૦૪૮ લોકોનાં મોત થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે કુલ ૦૩ લોકોનાં મોત નિપજ્યાં છે, તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર દિવસેને દિવસે મજબુત બનતી જઇ રહી છે. હેલ્થકેર અને ફ્રન્ટ લાઇન વર્કર્સ પૈકી ૨૮૮ને પ્રથમ અને ૨૦૫૮૯ વર્કર્સને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારે ઉંમરના લોકો પૈકી ૫૦૯૯૨ને પ્રથમ ડોઝ અને ૬૭૧૬૬ લોકોને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. જ્યારે ૧૮થી ૪૫ વર્ષનાં નાગરિકો પૈકી ૨૧૯૫૮૪ને પ્રથમ ડોઝ અને ૧૮૮૪૦ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.