રાજ્યમાં કોરોનાના નવા કુલ ૨૯ કેસ સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૨૯ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૩૨ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૮૮૮ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૭૪ ટકાએ પહોંચ્યો છે.
તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૪,૫૨,૦૨૦ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૩૧૬ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૪ નાગરિકો વેન્ટીલેટર પર છે.
૩૧૨ સ્ટેબલ છે. ૮,૧૬,૮૮૮ નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. ૧૦૦૯૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૩ કેસ, વડોદરા કોર્પોરેશન અને વલસાડમાં ૩-૩ કેસ આવ્યા છે. જ્યારે ગાંધીનગર, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં ૨-૨ કેસ આવ્યા છે.
અરવલ્લી, ગીર સોમનાથ, મોરબી અને નવસારીમાં ૧-૧ કસે સામે આવ્યા છે. આ પ્રકારે કુલ ૨૯ કેસ આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૮ ને પ્રથમ જ્યારે ૧૨૯૬ વર્કર્સને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૨૦૦૦ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૦૬૧૮૮ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષ સુધીના ૩૮૧૭૮ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને ૨,૯૪,૩૫૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૪,૫૨,૦૨૦ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં ૭,૮૪,૩૬,૧૪૯ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS