રાજ્યમાં કોરોનાના નવા કુલ ૬૩ કેસ સામે આવ્યા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના હવે બેકાબુ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા ૬૩ કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ ૩૯ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૪૨૮ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૨ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં ૫,૫૮,૬૧૮ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે એક્ટિવ કેસની વાત કરીએ રાજ્યમાં હાલ કુલ ૪૮૦ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૪૭૪ સ્ટેબલ છે.
અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૪૨૮ નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત ૧૦૦૯૮ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. અમદાવાદ કોર્પોરેશનના ૧૩, જામનગર કોર્પોરેશનના ૧૧, સુરત કોર્પોરેશનના ૧૧, વડોદરા કોર્પોરેશન ૧૧, કચ્છ, નવસારી અને વલસાડના ૩-૩ કેસ, રાજકોટ કોર્પોરેશનમાં ૨, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર કોર્પોરેશન, પંચમહાલ, રાજકોટ અને વડોદરામાં ૧-૧ કેસ નોંધાયા છે. આ ઉપરાંત વલસાડમાં ૧, ભાવનગરમાં ૧, રાજકોટ કોર્પોરેશનમાં ૧ વ્યક્તિનાં મોત થયા છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૩ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૩૪ ને રસીનો પ્રથમ, ૧૧૨૭ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૫૧૦૭ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૩૬૩૦૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૪૦૨૨૩ નાગરિકોને રસીનો પ્રથમ અને ૩૬૫૮૧૮ નાગરિકોને રસીના બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં કુલ ૫,૫૮,૬૧૮ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૪૭,૯૬,૭૮૬ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS