રાજ્યમાં કોરોનાના નવા ૧૮ કેસ સામે આવ્યા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા ૧૮ કેસ મળી આવ્યા છે. તો બીજી તરફ ૨૧ દર્દી સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા પર પહોંચ્યું છે.
રાજ્યમાં આજના દિવસમાં કુલ ૫,૫૮,૦૫૪ ડોઝ રસીના અપાઇ ચુક્યા છે. તો ૮,૧૫,૨૯૬ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો ૧૪૯ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૧૪૩ સ્ટેબલ છે. ૮,૧૫,૨૯૬ નાગરિકો ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. ૧૦૦૮૨ નાગરિકોના અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ મોત થઇ ચુક્યા છે.
જાે કે આજે કોરોનાને કારણે એક પણ મોત નથી થયું તે રાહતના સમાચાર કહી શકાય. અમદાવાદ કોર્પોરેશનમાં આજના દિવસમાં ૭ કેસ નોંધાયા છે.
સુરત કોર્પોરેશનમાં ૩, કચ્છમાં ૨, નવસારીમાં ૨, વડોદરા કોર્પોરેશનમાં ૨ અને ગાંધીનગર કોર્પોરેશન અને તાપીમાં ૧-૧ કેસ નોંધાયા હતા.
જાે રસીકરણની વાત કરીએ રાજ્યમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૨ને પ્રથમ ડોઝ અને ૪૩૬૦ ને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો. ૪૫વર્ષથી વધારેની ઉંમરના ૮૪૫૧૪ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૭૨૭૭૫ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના પ૨૪૪૪૧૮ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૫૧૯૬૫ નાગરિકોને રસીનો બીજાે ડોઝ આજના દિવસમાં અપાયા હતા. જે પૈકી ૫૫૮૦૫૪ નાગરિકોને રસી આપવામાં આવી હતી.SSS