રાજ્યમાં કોરોનાના નવા ૩૧ કેસ નોંધાયા
ગાંધીનગર, રાજ્યમાં આજે કોરોનાના નવા ૩૧ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૨૪ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૫૨૬ નાગરિકો દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકાએ પહોંચી ચુક્યો છે.
જાે કે રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે રસીના કુલ ૨૩,૭૮૬ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૧૮ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૨ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૨૧૬ નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત ૧૨,૧૩,૫૨૬ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે.
જ્યારે અત્યાર સુધીમાં ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં ૨૦, વડોદરા કોર્પોરેશનમાં ૬, રાજકોટ કોર્પોરેશન ૩, ભરૂચ અને સુરત કોર્પોરેશનમાં ૧-૧ કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ ૩૧ કેસ નોંધાયા હતા.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૫૯૬ ને રસીનો પ્રથમ જ્યારે ૯૫૩૫ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૮૧ ને રસીનો પ્રથમ અને ૯૫૫ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૬૪૮૮ ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે.
૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૯૩૭ ને રસીનો પ્રથમ અને ૫૧૯૪ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ ૨૩,૭૮૬ ડોઝ આજના દિવસમાં જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૦,૮૩,૭૬,૭૨૧ કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS