રાજ્યમાં કોરોનાના નવા ૪૧૯ કેસ સામે આવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/corona-1.webp)
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના સંક્રમણની આશંકા વચ્ચે નવા કેસમાં ફરી સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૧૯ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન મહેસાણામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર બાદ ૪૫૪ લોકો સાજા થયા છે. રાજ્યમાં નવા કેસ બાદ કુલ સંક્રમિતોનો આંકડો ૧૨ લાખ ૩૪ હજાર ૧૧૭ થઈ ગયો છે.
રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦ હજાર ૯૪૮ લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં ૧૫૦ નોંધાયા છે. તો સુરત શહેરમાં ૮૭, વડોદરા શહેરમાં ૨૯, મહેસાણામાં ૧૯, ભાવનગર શહેરમાં ૧૬, મોરબીમાં ૧૨, વડોદરા ગ્રામ્ય ૧૧, વલસાડ ૧, ગાંધીનગર શહેર ૧૦, સુરત ૯, રાજકોટ શહેર ૮, ભરૂચ ૭, ગાંધીનગર ગ્રામ્ય ૭, કચ્છ ૭, નવસારીમાં સાત કેસ સામે આવ્યા છે. રાજ્યના ૧૯ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસ ૩૫૧૨ છે, જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં ૧૨ લાખ ૧૯ હજાર ૬૫૭ લોકો સાજા થઈ ગયા છે. કોરોનાને લીધે ૧૦૯૪૮ લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૮૩ ટકા છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણથી બચવા માટે સતત રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આજે સાંજે ૫ કલાક સુધીમાં રાજ્યમાં ૪૩૯૮૧ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યનું કુલ વેક્સીનેશન કવરેજ ૧૧ કરોડ ૧૫ લાખ ૭૬ હજાર ૬૮૭ ડોઝ થઈ ગયું છે, જેમાં પ્રથમ, બીજાે અને પ્રિકોશન ડોઝ સામેલ છે.SS3KP