રાજ્યમાં કોરોનાના નવા ૪૧૯ કેસ સામે આવ્યા
ગાંધીનગર, ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે. સોમવારે રાજ્યમાં ૪૧૯ કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા, પરંતુ એક દિવસમાં અચાનક નવા કેસનો આંકડો ૫૭૨ પર પહોંચી ગયો છે. રાહતની વાત છે કે છેલ્લા ૨૪ કલાકમાં એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં નવા કેસ બાદ કુલ સંક્રમિતોનો આંકડો ૧૨ લાખ ૩૪ હજાર ૬૮૯ પર પહોંચી ગયો છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી ગુજરાતમાં કુલ ૧૦૯૪૮ લોકોના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૨૪૯ કેસ સામે આવ્યા છે. તો સુરતમાં ૮૨, વડોદરા શહેરમાં ૪૧, ભાવનગર શહેરમાં ૨૨, રાજકોટ શહેરમાં ૨૧, વલસાડમાં ૧૮, નવસારીમાં ૧૬, જામનગર શહેરમાં ૧૩, કચ્છમાં ૧૨, સુરત ગ્રામ્યમાં ૧૨, ગાંધીનગર જિલ્લામાં ૧૬, મોરબીમાં ૯, અમદાવાદ ગ્રામ્ય ૮, ભરૂચ ૮, પાટણ ૮, મહેસાણા ૭, રાજકોટ ગ્રામ્ય ૫, આણંદ ૪, ખેડા ૪, અમરેલી ૩, પોરબંદર ૩, બનાસકાંઠામાં ૨, સોમનાથ, તાપી ૨-૨, જુનાગઢ, જામનગર, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરા ગ્રામ્યમાં ૧-૧ કેસ સામે આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ૩૫૯૫ છે, જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી ૧૨ લાખ ૨૦ હજાર ૧૪૬ લોકો સાજા થયા છે. કોરોનાને લીધે ૧૦૯૪૮ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૮૨ ટકા છે. ગુજરાતમાં આજે સાંજે પાંચ કલાક સુધીમાં કોરોના વેક્સીનના ૬૯ હજાર ૮૨૫ ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના ૧૧ કરોડ ૧૬ લાખ ૪૪ હજાર ૫૧૨ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ, બીજાે અને પ્રિકોશન ડોઝ સામેલ છે.SS3KP