રાજ્યમાં કોરોનાના નવા ૪૭૧૦ કેસ સામે આવ્યા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાના કેસો ઘટીને ૪૭૧૦ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ ૧૧,૧૮૪ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૧,૩૪,૨૮૬ દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૪.૮૫ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૨,૭૧,૮૮૭ રસીના ડોઝ અપાયા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો ૫૧૦૧૩ એક્ટિવ કેસ છે. જે પૈકી ૨૩૬ વેન્ટીલેટર પર છે. ૫૦૭૭૭ દર્દીઓ સ્ટેબલ છે. ૧૧૩૪૬૮૩ દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. ૧૦૬૪૮ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૩૪ નાગરિકોનાં મોત થયા છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૩ ને પ્રથમ જ્યારે ૩૯૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૩૮૮૭ ને પ્રથમ ૮૪૪૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૯૨૯૦ને પ્રથમ ૫૯૫૮૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૨૧૫૨૧ ને પ્રથમ ૧૩૩૦૨૪ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૨૫૭૧૫ ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. અત્યાર સુધી ૨,૭૧,૮૮૭ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૯,૯૫,૪૯,૩૪૮ રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS