રાજ્યમાં કોરોનાના નવા ૫૦ કેસ સામે આવતા ખળભળાટ

ગાંધીનગર, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે, ત્યારે ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જામનગર નજીક મોરકડાં ગામના એક વ્યક્તિમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
રાજ્યમાં કોરોનાના નવા ૫૦ કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ ૨૪ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૧૫૮ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૭૪ ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં આજે કુલ ૪,૨૧,૦૮૧ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૩૧૮ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦ ૯ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૩૦૯ સ્ટેબલ છે. ૮,૧૭,૧૫૮ નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે.
૧૦૦૯૪ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે રાજકોટમાં એક વ્યક્તિનું મોત થયું છે. આજના કોરોના પોઝિટીવ કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૧૫ કેસ નોંધાયા છે, જ્યારે ૮ ડિસ્ચાર્જ થયા છે.
તેવી રીતે સુરત કોર્પોરેશનમાં ૬ કેસ અને ૫ લોકો ડીસ્ચાર્જ થયા છે. વડોદરામાં ૬, રાજકોટમાં ૪, વડોદરા કોર્પોરેશન ૪, કચ્છમાં ૩, ભાવનગર કોર્પોરેશન ૨, આણંદમાં ૧, ભાવનગર ૧, ગાંધીનગર કોર્પોરેશનમાં ૧, ગીર સોમનાથમાં ૧, જામનગર કોર્પોરેશનમાં ૧, નવસારીમાં ૧, રાજકોટ કોર્પોરેશનમાં ૧, સુરતમાં ૧, તાપીમાં ૧, વલસાડમાં ૧ કેસ નોંધાયા છે, આ પ્રકારે કુલ ૫૦ કેસ આવ્યા છે.
રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૩ ને પ્રથમ જ્યારે ૨૮૪૨ વર્કર્સને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૮૦૬૮ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૦૫૦૧૮ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૮-૪૫ વર્ષ સુધીના ૨૭૨૩૧ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને ૨૭૭૯૦૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૪,૨૧,૦૮૧ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં ૮,૧૯,૦૩,૭૦૩ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS