રાજ્યમાં કોરોનાના સૌથી વધુ ૫૭૩ નવા કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના સૌથી વધુ ૫૭૩ નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૬૯ દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને ૯૮.૫૦ ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૫૮૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં ૨,૩૨,૩૯૨ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ઓમિક્રોનના રાજ્યમાં એક પણ કેસ નોંધાયો નથી.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૨૩૭૧ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૧ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૨૩૬૦ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૫૮૯ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ આજે કોરોનાને કારણે રાજકોટ કોર્પોરેશનમાં ૧ અને અરવલ્લીમાં ૧ વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં ૧૦૧૧૮ નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થયા છે.
નવા આવેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૨૬૯, સુરત કોર્પોરેશનમાં ૭૪, રાજકોટ કોર્પોરેશન ૧૦, વડોદરા કોર્પોરેશન ૪૧, રાજકોટમાં ૧૮, ગાંધીનગર કોર્પોરેશનમાં ૧૬, કચ્છમાં ૧૬, વલસાડમાં ૧૫, આણંદમાં ૧૪, ભાવનગર કોર્પોરેશનમાં ૧૦, અમદાવાદ, મહીસાગર અને વડોદરામાં ૯-૯-૯ કેસ, જ્યારે ભરૂચ, ખેડા અને નવસારીમાં ૮-૮-૮ કેસ જામનગર કોર્પોરેશનમાં ૭, અમરેલી અને મહેસાણાામાં ૫-૫, પંચમહાલ અને સુરતમાં ૪-૪, ગાંધીનગર, મોરબીમાં ૩-૩, જૂનાગઢ, સાબરકાંઠામાં ૨-૨, દેવભૂમિ દ્વારકામાં ૧, ગીર સોમનાથમાં ૧, જૂનાગઢ કોર્પોરેશનમાં ૧, સુરેન્દ્રનગરમાં ૧ એમ કુલ ૫૭૩ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૭ને પ્રથમ અને ૫૯૭ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષ કે તેનાથી વધારેના ૭૯૬૧ નાગરિકોને રસીનો પ્રથમ અને ૪૯૩૪૧ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૯૭૯૭ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૪૪૬૮૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૨,૩૨,૩૯૨ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૯૨,૪૭,૨૨૦ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS