રાજ્યમાં કોરોનાના ૧૨૮૨ કેસ નોંધાયાઃ ૧૩નાં મોત
ગાંધીનગર, ભારતમાં કોરોનાની સ્પીડ રોકાવાનું નામ નથી લઈ રહી. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩૪,૬૩,૯૭૩ કેસ સામે આવ્યા છે. જેમાંથી ૭,૫૨,૪૨૪ એક્ટિવ કેસ છે. જ્યારે ૨૬,૪૮,૯૯૯ લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યાં છે. ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૧૨૮૨ કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો પણ ૯૩૮૮૩એ પહોંચ્યો છે. જ્યારે ૧૫૨૩૦ એક્ટિવ કેસ થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૭૪૨૩૪ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૨૧,૯૫,૯૮૫ થયો છે. રાજ્યમાં ૧૨૮૨ નવા દર્દીઓ સામે ૧૧૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૭૫૬૬૨ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૧૧૪૨.૦૬ ટેસ્ટ થાય છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૯૯,૩૭૧ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૪,૯૮,૮૫૩ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૫૧૮ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૫૨૩૦ એક્ટિવ કેસ છે. જેમાંથી ૮૯ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૫૧૪૧ની સ્થિતિ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં કોવિડ-૧૯ની મહામારીના કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૩, જામનગર અને વડોદરા કોર્પોરેશનમાં ૧-૧. રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં ૨-૨, અમરેલી અને ગીર સોમનાથમાં ૧-૧, મહેસાણા અને મોરબીમાં પણ ૧-૧ એમ કુલ ૧૩ મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ ૨૯૯૧ થયો છે.SSS