રાજ્યમાં કોરોનાના ૧૫ કેસ નોંધાયા, ૧૮ દર્દી સાજા થયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Corona-6.jpg)
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા માત્ર ૧૫ કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ ૧૮ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં ૮,૧૫,૪૨૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૬ પર પહોંચી ચુક્યો છે. ત્યારે રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૩ લાખથી વધુનું રસીકરણ કરવામાં આવ્યું છે. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૫૦ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ વેન્ટીલેટર પર છે.
૧૪૫ સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને ૮,૧૫,૪૨૩ નાગરિકો સાજા થઇ ચુક્યા છે. કોરોનાને કારણે ૧૦,૦૮૨ નાગરિકોના અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. જાે કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી.
અમદાવાદ કોર્પોરેશનમાં ૪, સુરતમાં કોર્પોરેશનમાં ૪, જામનગરમાં ૨, રાજકોટમાં ૨, વડોદરા કોર્પોરેશનમાં ૨ અને કચ્છમાં ૧ એમ કુલ ૧૫ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં ૧, વડોદરા કોર્પોરેશનમાં ૩, સુરત કોર્પોરેશનમાં ૮, કચ્છમાં ૧, ગાંધીનગર કોર્પોરેશનમાં ૧, નવસારીમાં ૨, વડોદરામાં ૧ અને સુરતમાં ૧ એમ કુલ ૧૮ દર્દી સાજા થયા છે.
જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૭ કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને ૨,૦૭૦ કર્મચારીને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૩૯,૯૨૯ નાગરિકોને રસીનો પ્રથમ અને ૪૪,૬૮૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષ સુધીના ૧,૧૭,૧૧૮ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧,૬૦,૪૦૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આજના દિવસમાં ૩,૬૪,૨૦૬ કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં ૫,૩૩,૧૯,૮૩૪ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS