Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોનાના ૨૧ નવા કેસો સામે આવ્યા

ગાંધીનગર, ગુજરાતમાં તહેવારોની સિઝન જતાની સાથે જ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જાેવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ૪૦ અથવા તો તેનાથી વધારે એક સામે આવી રહ્યા છે.

આજે પણ રાજ્યમાં ૨૧ નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ ૩૫ દર્દીઓ સાજા થઇને ઘરે ગયા હતા. \રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૫ ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૫૭૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૨૦ એક્ટિવ કેસ છે.

જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૨૧૪ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૬,૫૭૭ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૯૦ નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું.

નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો રાજ્યમાં વડોદરા કોર્પોરેશનમાં ૬, સુરત કોર્પોરેશન અને વલસાડ ૩-૩ કેસ, અમદાવાદ કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં ૨-૨ કેસ, જુનાગઢ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ૧-૧ કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ ૨૧ કેસ નોંધાયા હતા. બીજી તરફ રસીકરણના મોરચે પણ હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૫ને પ્રથમ ડોઝ, ૧૭૨૪ કર્મચારીને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૮૬૭૯ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૦૩૮૫૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૬૫૫૧ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૨૮૧૯૩૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
આ પ્રકારે કુલ ૪૨૨૭૪૯ નાગરિકોનું રસીકરણ આજના દિવસમાં થયું હતું. અત્યાર સુધીમાં કુલ ૭૩૭૫૪૩૦૧ નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.