Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોનાને કારણે ગુરૂવારે કુલ ૯ લોકોનાં મોત નિપજ્યાં

રાજ્યમાં કોરોનાનો આતંક જારીઃ નવા ૨૪૧૦ કેસ

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વિકટ થતી જાય છે. રોજ કોરોનાના આંકડા પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. તેવામાં ગુરૂવારે ગુજરાતનાં નવા ૨૪૧૦ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૦૧૫ લોકો રિકવર થઇને પરત ફરી ચુક્યા છે. આ પ્રકારે કુલ ૨,૯૨,૫૮૪ દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.

જાે કે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ ૯૪.૩૫ ટકાએ પહોંચ્યો છે. જાે કે બીજી તરફ સરકારે વેક્સિનેશન બાબતે પણ નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ૪,૫૪,૬૩૮ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજથી ૪૫થી વધારે વય ધરાવતા તમામ લોકોનાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ૫૩,૬૮,૦૦૨ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું ૬,૯૭,૬૮૦ વ્યક્તિઓનાં બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું.

આ પ્રકારે કુલ ૬૦,૬૮,૬૮૨ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. ૬૦ વર્ષથી વધારે વયના અને ૪૫-૬૦ વર્ષના કુલ ૩,૬૯,૨૬૨ લોકોને પ્રથમ ડોઝનું અને ૨૮,૬૩૫ લોકોને બીજા ડોઝનું રસિકરણ પુર્ણ કરવામાં આવ્યું. જાે કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીકરણની આડઅસર જાેવા મળી નથી.

જાે રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો ૧૨૯૯૬ કેસ એક્ટિવ છે જે પૈકી ૧૫૫ લોકો વેન્ટિલેટર પર છે જ્યારે ૧૨૮૪૧ લોકો સ્ટેબલ છે. આ ઉપરાંત ૨,૯૨,૫૮૪ લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. ૪૫૨૮ લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ ૯ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી સુરત કોર્પોરેશનમાં ૪, અમદાવાદ કોર્પોરેશનમાં ૩, વડોદરા કોર્પોરેશનમાં ૧ અને ભાવનગરમાં ૧ આ પ્રકારે કુલ ૯ લોકોનાં મોત નિપજ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.