Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોનાનો હાહાકારઃ કુલ ૧૪૦૯૭ કેસ- ૨૪ કલાકમાં ૧૫૨ વ્યક્તિના મોત

રાજ્યમાં ૩૯૬ લોકો વેન્ટિલેટર પરઃ ૬,૪૭૯ લોકો કોરોના વાયરસને મ્હાત આપીને સાજા પણ થયા છે

ગાંધીનગર, રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. ત્યારે ચાર મહાનગરોમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ કેસ મોટો ઉછાળો જાેવા મળી રહ્યો છે.

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૦૯૭ નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર ૬,૪૭૯ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૬૭,૯૭૨ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જાે કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને ૭૬.૩૮ ટકાએ પહોંચ્યો હતો.

અત્યાર સુધીમાં ૯૨,૯૯,૨૧૫ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૧૮,૭૧,૭૮૨ વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ ૧,૧૧,૭૦,૯૯૭ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે ૬૦ વર્ષથી વધારે વયના તેમજ ૪૫-૬૦ વર્ષનાં કુલ ૭૬,૧૩૬ વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને ૮૦,૯૧૦ વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જાેવા મળી નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૧,૦૭,૫૯૪ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૩૯૬ લોકો વેન્ટિલેટર પર છે અને ૧,૦૭,૧૯૮ લોકો સ્ટેબલ છે. ૩,૬૭,૯૭૨ લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. ૬,૧૭૧ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૨૫, સુરત કોર્પોરેશનમાં ૨૫, રાજકોટ કોર્પોરેશનમાં ૮, વડોદરા કોર્પોરેશનમાં ૯, જામનગર કોર્પોરેશનમાં ૩, ભાવનગર કોર્પોરેશનમાં ૪ અને જૂનાગઢ કોર્પોરેશનમાં ૨ દર્દીના મોત થયા છે.

આ ઉપરાંત સુરતમાં ૩, મહેસાણામાં ૪, બનાસકાંઠામાં ૩, જામનગરમાં ૭, વડોદરામાં ૫, પાટણમાં ૨, સાબરકાંઠામાં ૬, ભાવનગરમાં ૪, ગાંધીનગરમાં ૨, જૂનાગઢમાં ૨, મહિસાગરમાં ૨, વલસાડમાં ૨, તાપીમાં ૧, અમરેલીમાં ૨, સુરેન્દ્રનગરમાં ૬, આણંદમાં ૧, અરવલ્લીમાં ૨, અમદાવાદમાં ૧, મોરબીમાં ૫, પોરબંદરમાં ૧, દેવભૂમિ દ્વારકામાં ૨, ડાંગમાં ૩, રાજકોટમાં ૪, અને બોટાદમાં ૧ દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ ૧૫૨ દર્દીઓના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.