રાજ્યમાં કોરોના પોઝિટિવના ૧૦૯૨ નવા કેસ : ૧૮ મોત

અમદાવાદ: રાજ્યમાં ૨૪ કલાકમાં ૫૦૮૧૭ ટેસ્ટ કરવામાં આવતા કોરોનાના ૧૦૯૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો ૭૫ હજારને પાર થઇ ૭૫૪૮૨ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૮ મોત કોરોનાને લીધે થયા તતાં કુલ મૃત્યુઆંક ૨૭૩૩ થયો છે. રાજ્યમાં આજે ૧૦૪૬ દર્દી ડિસ્ચાર્જ થયા હતા. આ સાથે કુલ ડિસ્ચાર્જનો આંકડો ૫૮ હજારને પાર થઇ ૫૮૪૩૬ થયો છે. રાજ્યમાં આજની સ્થિતિએ કુલ ૧૪૩૧૦ એક્ટિવ કેસ છે જેમાં વેન્ટીલેટર પર ૭૯ અને સ્ટેબલ ૧૪૨૩૧ છે. રાજ્યમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં ખાનગી અને સરકારી મળી કુલ ૬૧ લેબોરેટરી કાર્યરત છે. અત્યારસુધીમાં ૧૧૫૯૮૨૨ ટેસ્ટ કુલ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ આજે રાજ્યમાં કોવિડ-૧૯માં લીધે થયેલી ૧૮ મોતમાં અમદાવાદ કોર્પોરેશન-૪, સુરત કોર્પોરેશન-૪ અને જિલ્લામાં-૧, રાજકોટ કોર્પોરેશન-૩, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, ગીરસોમનાથ, જામનગર, કચ્છ અને વડોદરા કોર્પોરેશનમાં ૧-૧ના મોત થયા છે. અમદાવાદ શહેરમાં ૧૪૩ અને જિલ્લામાં ૨૩ સાથે ૧૬૬ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ સંક્રમિતોનો આંકડો ૨૮૫૧૭ થયો છે. આજે વધુ ૪ મોત સાથે કુલ મૃતાંક ૧૬૪૮ થયો છે. સુરત શહેરમાં ૧૮૧ અને જિલ્લામાં ૭૦ સાથે ૨૫૧ કેસ કોરોનાના નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો ૧૬૦૦૦ને પાર થઇ ૧૬૨૧૪ થયો છે. ssss