રાજ્યમાં કોરોના બેકાબુ : 24 કલાકમાં 1026 કેસ નોંધાયા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. તેમજ મંગળવારે પ્રથમ વખત કોરોના કેસનો આંકડો એક હજારને પાર કરી ગયો છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી 900+ કેસ નોંધાતા હતા. જયારે 21 જુલાઈએ 1026 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
રાજ્યમાં 21 જુલાઈ મંગળવારે સૌથી વધુ કેસ સુરત શહેરમાં નોંધાયા છે. સુરત મ્યુનિ.કોર્પોરેશન હદમાં 225 તેમજ જિલ્લામાં 73 કેસ નોંધાયા છે. જયારે અમદાવાદ કોર્પોરેશનમાં 187, વડોદરા મ્યુનિ.હદમાં 60 અને રાજકોટ શહેરમાં 45 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત પાટણ માં 20, ગાંધીનગરમાં 19, ભાવનગરમાં 26 અને દાહોદમાં 39 કેસ નોંધાયા છે.