રાજ્યમાં કોરોના વાયરસનાં ૮૭૫ નવા દર્દીઓ નોંધાયા
અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં દિવસે દિવસે સુધારો થતો હોય તેવું દેખાઇ રહ્યું છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૦૦૦ ને નીચે પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા ૮૭૫ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૧૦૦૪ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૫૮૨૫૧ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૦.૬૦ ટકા થઇ ચુક્યો છે.
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૨૮૮૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૮૧૩.૫૪ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬૧૫૭૮૧૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫૨૨૫૩૬ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫૨૨૪૩૨ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
જ્યારે ૧૦૪ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ૯૦.૬૦ ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૨૭૦૦ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર ઉપર ૫૮ છે. જ્યારે ૧૨૬૪૨ લોકો સ્ટેબલ છે. ૧૫૮૨૫૧ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૭૨૮ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૪ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૨, સુરત કોર્પોરેશન ૧, બનાસકાંઠા ૧ સહિત કુલ ૪ દર્દીઓનાં કોરોના વાયરસના કારણે મોત નિપજ્યાં છે.