રાજ્યમાં કોરોના વાયરસના નવા ૬૮ કેસ સામે આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૬૮ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૭૪ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૮૧૯ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૭૧ ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં આજે કુલ ૨,૪૨,૭૧૦ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૫૭૫ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૫૬૯ સ્ટેબલ છે. ૮,૧૭,૮૧૯ નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. ૧૦૧૦૧ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે.
આજે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૪ કેસ, વડોદરા કોર્પોરેશનમાં ૧૨ કેસ, સુરત કોર્પોરેશનમાં ૮ કેસ, રાજકોટ કોર્પોરેશનમાં ૭ કેસ, આણંદ અને નવસારીમાં ૪-૪ કેસ આવ્યા છે. જ્યારે ખેડા અને વડોદરામાં ૩-૩ કેસ આવ્યા છે. ત્યારે દ્વારકા અને વલસાડમાં ૨-૨ કેસ આવ્યા છે.
આ ઉપરાંત ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, કચ્છ, મહેસાણા, રાજકોટ, સુરત અને સુરેન્દ્રનગરમાં ૧-૧ કસે સામે આવ્યા છે. આ પ્રકારે કુલ ૬૮ કેસ આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૪ ને પ્રથમ જ્યારે ૭૫૬ વર્કર્સને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૬૬૦૦ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૫૬૬૦૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષ સુધીના ૨૩૦૪૮ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને ૧,૫૫,૬૯૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૨,૪૨,૭૧૦ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં ૮,૬૯,૭૫,૮૩૬ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS