રાજ્યમાં કોરોના વાયરસનાં નવા કુલ ૨૦૪ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના આંકડાઓ રોજે રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાનાં ૨૦૪ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર ૬૫ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૩૬૩ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ગગડીને ૯૮.૬૫ ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ાજે ૪,૦૨,૧૩૬ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૦૮૬ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૪ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૧૦૭૨ સ્ટેબલ છે. ૮,૧૮,૩૬૩ ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે.
અત્યાર સુધીમાં કુલ ૧૦૧૧૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે જામનગર કોર્પોરેશનમાં એખ દર્દીનું મોત થયું છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૯૮, રાજકોટ કોર્પોરેશન ૩૩, સુરત કોર્પોરેશન ૨૨, વડોદરા કોર્પોરેશન ૧૬, ગાંધીનગર કોર્પોરેશન, ખેડામાં ૪-૪, મહીસાગર-રાજકોટમાં ૩-૩, અમદાવાદ, આણંદ, ભરૂચ અને કચ્છમાં ૨-૨, બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, જામનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન, મહેસાણા, નવસારી, પંચમહાલ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૭ને પ્રથમ, ૨૫૫૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૩૯૪૪ નાગરિકોને રસીનો પ્રથમ અને ૮૭૧૧૮ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૪૪૩૮૦ ને પ્રથમ ૨૫૪૧૨૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં ૪,૦૨,૧૩૬ રસીના ડોઝ આજે અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૮૫,૯૮,૩૬૬ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS