Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા ૨૨૭૫ કેસ નોંધાયા

અમદાવાદ, ગુજરાતમાં આજે કોરોનાના આંકડાઓમાં ફરી એકવાર ઘટાડો આવ્યો હતો. આજે કોરોનાના નવા ૨૨૭૫ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ આજે ૮,૧૭૨ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૧,૭૮,૨૮૯ દર્દીઓ રિકવર થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૭.૩૪ ટકાએ પહોંચ્યો હતો.

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ ૧,૬૬,૬૧૦ રસીના ડોઝ અપાયા હતા. હાલ કુલ ૨૧૪૩૭ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૪૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે ૨૧૨૯૪ સ્ટેબલ છે. બીજી તરફ ૧૧,૭૮૨૮૯ દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૦,૭૬૧ દર્દીઓનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.

આજે કોરોનાને કારણે કુલ ૨૧ નાગરિકોનાં મોત થયા છે. આજના ગુજરાતમાં કોરોનાના નવા ૨૨૭૫ કેસની વાત કરીએ તો, ૨૧ દર્દીના મોત થયા છે, જ્યારે કેસમાં અમદાવાદમાં ૭૧૭, વડોદરામાં ૩૯૧, ગાંધીનગરમાં ૧૪૩ કેસ, સુરતમાં ૧૫૦, રાજકોટમાં ૧૨૯, ભાવનગરમાં ૩૧ કેસ, મહેસાણામાં ૯૬, બનાસકાંઠામાં ૯૦, પાટણમાં ૫૨ કેસ, તાપીમાં ૪૭, સાબરકાંઠામાં ૪૫, આણંદમાં ૪૨ કેસ, કચ્છમાં ૩૧, ખેડામાં ૨૮, ભરૂચમાં ૨૬ કેસ, નવસારી – પંચમહાલમાં ૨૪ – ૨૪ કેસ, અમરેલીમાં ૨૩, અરવલ્લીમાં ૨૧, જામનગરમાં ૩૨ કેસ, દાહોદમાં ૧૯, મોરબીમાં ૧૭, છોટાઉદેપુરમાં ૧૫ કેસ, દ્વારકામાં ૧૪, મહિસાગરમાં ૧૩, સુરેન્દ્રનગરમાં ૧૧ કેસ, ડાંગમાં ૯, વલસાડમાં ૮, ગીરસોમનાથ – નર્મદા ૭ – ૭ કેસ અને બોટાદમાં ૧, પોરબંદરમાં ૧ કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૯ ને પ્રથમ અને ૩૧ ને બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૨૮૮૧ ને પ્રથમ અને ૧૩૦૩૩ ને બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૩૧૧૬ ને પ્રથમ અને ૩૭૫૪૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૧૫-૧૮ વર્ષના તરૂણો પૈકી ૧૧,૫૬૪ ને પ્રથમ અને ૫૫,૯૦૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૩૨,૫૧૬ ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ ૧,૬૬,૬૧૦ કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૦,૦૫,૧૦,૪૨૧ રસીના ડોઝ અપાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.