Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના માત્ર ૩૦૫ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં દિવસેને દિવસે ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર ૩૦૫ કેસ નોંધાયા છે. તો બીજી તરપ ૮૩૯ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે.

અત્યાર સુધીમાં કુલ ૧૨,૦૭, ૨૮૪ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધીરને ૯૮.૮૩ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૧,૩૮,૮૭૪ રસીના ડોઝ અપાયા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૩૩૮૬ એક્ટિવ કેસ છે. જે પૈકી ૩૩ વેન્ટીલેટર પર છે જ્યારે ૩૩૫૩ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ૧૨,૦૭,૨૮૪ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૦૯૧૧ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે ૫ નાગરિકોનાં મોત થયા હતા. જેમાં ૨ વડોદરા કોર્પોરેશનમાં બે નાગરિક, ભરૂચ ૧ અને સાબરકાંઠા ૧, ભાવનગર ૧, તાપી ૧ અને સુરેન્દ્રનગરમાં ૧ નાગરિકનો સમાવેશ થાય છે.

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૬ ને રસીનો પ્રથમ જ્યારે ૫૭ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૩૧૮૯ ને પ્રથમ જ્યારે ૭૦૭૭ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૨૩૪૫ ને રસીનો પ્રથમ ૪૨૦૦૧ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૪૭૪૨ ને પ્રથમ અને ૫૧૭૮૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો ઉપરાંત ૧૭૬૬૧ વરિષ્ઠ નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧,૩૮,૮૯૪ રસીના ડોઝ અપાયા હતા.

અમદાવાદની ખાનગી કોવિડ ૧૯ હોસ્પિટલમાં હવે માત્ર ૧૫ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં કુલ ૩૪૧૧ બેડ કોરોના દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ છે, જેમાંથી માત્ર ૦.૫ ટકા બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે ૯૯.૦૫ ટકા બેડ ખાલી છે.

ખાનગી કોવિડ ૧૯ હોસ્પિટલમાં ૦૨ દર્દીઓ વિથ વેન્ટિલેટર પર છે, જ્યારે ૦૬ દર્દીઓ વિથઆઉટ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. ૦૩ દર્દીઓ બેડ પર તો ૦૪ દર્દીઓ આઇસોલેશન બેડ પર સારવાર હેઠ છે. કોરોનામાં કેસો ઘટતાં હવે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કારણે થતા મોતની સંખ્યા પણ ઘટી છે. એટલું જ નહીં, અમદાવાદના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં માત્ર ૧૦ જ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.