રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૨૯૩ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર ૨૯૩ કેસ નોંધાયા છે. તો બીજી તરપ ૭૨૯ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૦૮, ૦૧૩ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધીરને ૯૮.૮૭ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૧,૧૫,૦૦૨ રસીના ડોઝ અપાયા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૨૯૪૨ એક્ટિવ કેસ છે. જે પૈકી ૩૪ વેન્ટીલેટર પર છે જ્યારે ૨૯૦૮ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ૧૨,૦૮,૦૧૩ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૦૯૧૯ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે ૮ નાગરિકોનાં મોત થયા હતા. જેમાં ૨ વડોદરા કોર્પોરેશનમાં, વડોદરામાં ૨, સુરત ૧, ગાંધીનગર ૧, તાપી ૧, જામનગર ૧ એમ કુલ ૮ નાગરિકોના મોત થયા છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૦૯ ને રસીનો પ્રથમ જ્યારે ૪૮ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૨૭૨૧ ને પ્રથમ જ્યારે ૫૮૩૦ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૧૧૦૫ ને રસીનો પ્રથમ ૩૪૫૦૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૪૫૫૮ ને પ્રથમ અને ૪૨૦૨૩ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો ઉપરાંત ૧૪૨૦૨ વરિષ્ઠ નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧,૧૫,૦૦૨ રસીના ડોઝ અપાયા હતા.SSS