રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૨૪૫ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. જેના પગલે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂ સહિતના અનેક નિયંત્રણો ઘટાડી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે ૨૪૫ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૬૪૪ દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૦૮,૬૫૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૯૦ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના ૧,૦૩,૩૨૧ ડોઝ અપાઇ ચુક્યાં છે.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલમા કુલ ૨૫૩૮ એક્ટિવ કેસ છે. જે પૈકી ૩૩ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૨૫૦૫ નાગરિકો સ્ટેબલ છે. ૧૨,૦૮,૬૫૭ ડીસ્ચાર્જ તઇ ચુક્યાં છે.
અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૨૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. તો બીજી તરફ આજે માત્ર ૫ નાગરિકોનાં મોત થયા છે. વડોદરા કોર્પોરેશન ૨, વડોદરા ૧, ગાંધીનગરમાં ૧ અને ભરૂચ ૧ નાગરિકનું મોત થયું છે. તો બીજી તરફ રસીકરના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૧ ને પ્રથમ, ૩૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૨૨૯૦ ને રસીનો પ્રથમ જ્યારે ૬૩૮૯ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૮૮૯૮ ને પ્રથમ ૩૪૧૫૬ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૩૭૫૬ ને પ્રથમ અને ૩૫૯૮૩ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૧૧૮૦૬ ને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આજના દિવસમાં ૧,૦૩,૩૨૧ કુલ રસીના ડોઝ અપાયા હતા જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૦,૨૮,૩૨,૯૮૫ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS