રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૧૧૭ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં કોરોનાનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. રાજ્યમાં આજે ૧૧૭ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૩૪૪ દર્દીઓ સાજા થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૦૯,૮૭૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૯૬ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં રસીના કુલ ૩૧,૦૨૧ ડોઝ અપાયા હતા.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૮૨૦ એક્ટિવ કેસ છે. જે પૈકી ૨૨ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૧૭૯૮ નાગરિકો સ્ટેબલ છે. ૧૨,૦૯,૮૭૮ ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૦૯૩૦ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. તો આજે કોરોનાને કારણે કુલ ૨ નાગરિકોનાં મોત થયા છે. એક મોત અમદાવાદ કોર્પોરેશન અને એક મોત વડોદરા કોર્પોરેશનમાં થયું છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૬ ને રસીનો પ્રથમ જ્યારે ૨૭ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૪૭૫ ને રસીનો પ્રથમ જ્યારે ૨૩૨૦ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૨૨૬ ને પ્રથમ અને ૧૨૬૫૩ ને રસીનો બોજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૫૭૩ ને રસીનો પ્રથમ જ્યારે ૮૨૨૧ ને રસીનો બીજાે ડોઝ અફાયો હતો. કુલ ૪૫૨૦ ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે ૩૧,૦૨૧ ડોઝ આજના દિવસમાં જ્યારે ૧૦,૨૯,૮૩,૮૧૩ કુલ ડોઝ અપાઇ ચુક્યા છે.SSS