રાજ્યમાં કોરોના વાયરસના નવા ૧૬૨ કેસ સામે આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૬૨ કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ ૩૩ દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૦,૨૧૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર પણ સુધરીને ૯૮.૯૭ ટકાએ પહોંચી ચુક્યો છે.
તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ ૩૧,૫૫૨ ડોઝ આપવામાં આવ્યા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૬૪૭ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૬ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૧૬૩૧ નાગરિકો સ્ટેબલ છે. ૧૨,૧૦,૨૧૧ નાગરિકો સ્ટેબલ થઇ ચુક્યાં છે. ૧૦૯૩૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૨ મોત નિપજ્યાં છે. જેમાં એક મોત વડોદરા કોર્પોરેશન જ્યારે એક મોત વડોદરામાં થયું છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૯ ને પ્રથમ અને ૧૮ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૫૩૬ ને પ્રથમ જ્યારે ૧૯૯૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૩૬૩૬ ને રસીનો પ્રથમ જ્યારે ૧૧૦૯૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૨૭૪ ને પ્રથમ જ્યારે ૯૩૩૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૬૫૦ ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ ૩૧૫૫૨ કુલ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૦,૩૦,૧૫,૩૬૫ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS