રાજ્યમાં કોરોના વાયરસના નવા માત્ર ૯૬ કેસ આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં કોરોના નવા માત્ર ૯૬ કેસ આવ્યા હતા. તો બીજી તરપ ૨૩૭ દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં કોરોનાને ૧૨,૧૧,૦૮૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૨ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ ૯૯.૨૩ ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
બીજી તરફ જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૧૦૯ એક્ટિવ છે. તો બીજી તરફ ૮ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૧૨,૧૧,૦૮૭ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો ૧૦૯૩૪ નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધી મોત થઇ ચુક્યાં છે. જાે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું તે રાહતના સમાચાર કહી શકાય. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૮૬૧૩ નાગરિકોને પ્રથમ અને ૩૯૮૩૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૨૪૬૯ ને રસીનો પ્રથમ અને ૩૨૭૨૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫૫૯૪ ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૯૯,૨૩૭ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૦,૩૨,૯૩,૦૨૧ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS