રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૪૦ કેસ નોંધાયા
ગાંધીનગર, રાજ્યમાં આજે કોરોનાના ૪૦ નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૮૨ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૦૧૧ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૬ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૭૮,૯૨૫ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૫૬૬ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૭ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૫૫૯ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૦૧૧ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૦૯૩૮ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.
જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૮, ગાંધીનગર કોર્પોરેશન ૩, મોરબી ૩, તાપી, વડોદરા અને વડોદરા કોર્પોરેશનમાં ૨-૨, આણંદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ખેડા, રાજકોટ કોર્પોરેશન, સુરત, સુરત કોર્પોરેશન અને સુરેન્દ્રનગરમાં ૧-૧ કેસ નોંધાયા હતા.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૭૭૭૨ ને રસીનો પ્રથમ જ્યારે ૩૮૮૯૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૨૨૦૨ ને રસીનો પ્રથમ જ્યારે ૨૦૧૬૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૯૮૮૯ ને આજે પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૭૮,૯૨૫ અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૩૮,૮૮,૪૮૦ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS