રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૪૨૦ નવા કેસ નોંધાયા
અમદાવાદ, કોરોના સંક્રમણ મામલે અમેરિકા પછી ભારત બીજા નંબરે પહોંચ્યું છે. ભારતમાં ૨૪ કલાકમાં ૪૬૦૦૦ જેટલા નવા કેસ સામે આવ્યા છે. જેથી દેશમાં અત્યાર સુધીમાં ૯૦ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી ૮૪ લાખ સ્વસ્થ થઈ ચૂક્યા છે. ૨૪ કલાકમાં સૌથી વધુ કોરોનાનો પ્રકોપ દિલ્હીમાં જોવા મળ્યો છે જ્યાં ૭૫૪૬ કેસ નોંધાયા છે તો ગુજરાતમાં પણ ૨૪ કલાકમાં કોરોનાના ૧૪૨૦ નવા કેસ અને ૭ મોત નીપજ્યાં છે. જેથી કુલ આંકડો ૧૯૪૪૦૨ થયો છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૬૭૯૦૧ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૭૧,૦૧,૦૫૭ થયો છે. રાજ્યમાં ૧૪૨૦ નવા દર્દીઓ સામે ૧૦૪૦ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧,૭૭,૫૧૫ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૧૦૪૪.૬૩ ટેસ્ટ થાય છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૯૩,૭૩૮ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૪,૯૩,૪૬૩ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૯૫ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૩૦૫૦ એક્ટિવ કેસ છે. જેમાંથી ૯૨ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૨૯૫૮ની સ્થિતિ સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં આજે રાજકોટ કોર્પોરેશનમાં ૧, અમદાવાદ કોર્પોરેશનમાં ૩, સુરત કોર્પોરેશનમાં ૨ અને પાટણમાં ૧ એમ કુલ ૭ મોત નીપજ્યા હતાં. જેથી હવે રાજ્યમાં પણ કોરોના મહામારીથી કુલ મૃત્યુઆંક ૩૮૩૭ થયો છે.SSS