Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૪૭ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં આજે કોરોનાના નવા ૪૭ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૫૩ દર્દીઓ સાજા પણ થયા છે. બીજી તરફ કોરોનાને અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૦૬૪ નાગરિકો મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૬ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં કુલ ૬૯,૫૮૭ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૫૬૦ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૭ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૫૫૩ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૦૬૪ નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. ૧૦૯૩૮ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. અમદાવાદ કોર્પોરેશનમાં ૩૧, વડોદરા કોર્પોરેશનમાં ૫, વડોદરા ૩, આણંદ ૨, ડાંગ, ગાંધીનગર કોર્પોરેશન, મોરબી, રાજકોટ, સુરત કોર્પોરેશન અને તાપીમાં ૧-૧ કેસ નોંધાયા છે.

રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૯૨૮૦ ને રસીનો પ્રથમ અને ૩૪૮૫૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૪૮૩ ને રસીનો પ્રથમ અને ૧૫૬૨૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ ઉપરાંત ૮૩૪૪ નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયો છે. આ પ્રકારે ૬૯,૫૮૭ રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં રસીના કુલ ૧૦,૩૯,૫૮,૦૬૭ ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.