Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા ૨૪ કેસ સામે આવ્યા

અમદાવાદ, રાજ્યમાં કોરોનાના નવા ૨૪ કેસ આવ્યા છે. તો બીજી તરફ ૫૩ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. તો બીજી તરપ ૧૨,૧૨,૩૫૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૭ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧,૫૯,૭૪૩ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૪૧૪ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૪૦૮ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૩૫૭ નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. ૧૦૯૩૯ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.

જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. આજે રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૪, વડોદરા કોર્પોરેશમાં ૩, ગાંધીનગર કોર્પોરેશનમાં ૨, સુરત કોર્પોરેશન ૨, વડોદરા ૨ અને પાટણમાં ૧ કેસ નોંધાયો છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારે ઉંમરના ૩૧૩૧ નાગરિકોને રસીનો પ્રથમ, ૨૧૭૦૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૨૦૯ ને પ્રથમ અને ૧૪૫૭૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૭૯૧૭ નાગરિકોને પ્રીકોર્શન ડોઝ અને ૧૨-૧૪ વર્ષના નાગરિકો ૧૧૧૨૦૫ ને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. આ પ્રકારે આઝના દિવસમાં કુલ ૧,૫૯,૭૪૩ ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં રસીના કુલ ૧૦,૪૫,૫૮,૫૦૧ ડોઝ અપાયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.