રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૧૩ કેસ નોંધાયા
ગાંધીનગર, રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૩ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૬ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૬૨૧ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૯.૦૮ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૧,૭૫,૨૧૫ નાગરિકોનું રસીકરણ આજના દિવસમાં કરવામાં આવ્યું હતું.
બીજી તરફ રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૮૨ નાગરિકો એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૨ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૨૮૦ નાગરિકો સ્ટેબલ છે.
બીજી તરફ ૧૨,૧૨,૬૨૧ નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત ૧૦૯૪૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર છે કે, આજે રાજ્યમાં એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં ૬, વડોદરા કોર્પોરેશમાં ૩, અમદાવાદ, ગાંધીનગર, તાપી અને વડોદરામાં ૧-૧ નાગરિકનું મોત થઇ ચુક્યું છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૪૭૦૮ નાગરિકોને પ્રથમ અને ૨૦૧૨૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૨૪૪૭ ને પ્રથમ અને ૧૦૭૬૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ ઉપરાંત ૧૪૫૮૨ નાગરિકોને પ્રીકોર્શન ડોઝ અને ૧૨૨૫૯૨ કિશોરોને (૧૨-૧૪ વર્ષ) રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આજના દિવસમાં રસીના કુલ ૧,૭૫,૨૧૫ કુલ રસી અપાઇ હતી. અત્યાર સુધીમાં કુલ ૧૦,૫૭,૧૪,૭૨૭ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS