રાજ્યમાં કોરોના વાયરસના નવા સાત કેસ સામે આવ્યા
ગાંધીનગર, ગુજરાતમાં આજે કોરોનાના નવા ૭ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૪ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૨,૯૦૦ નાગરિકો હરાવી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૧૦ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૬૬,૮૬૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૬૯ એક્ટિવ કેસ છે. જે પૈકી ૨ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૬૭ નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૯૦૦ નાગરિકો કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૪૨ નાગરિકોનાં મોત તઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં ૪ અને વડોદરા કોર્પોરેશનમાં ૨ તથા વલસાડમાં ૧ સહિત કુલ ૭ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૩૨૩૪ ને રસીનો પ્રથમ જ્યારે ૧૭૭૦૧ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૯૨૮ ને રસીનો પ્રથમ અને ૫૪૩૦ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
આ ઉપરાંત ૧૧૬૧૨ નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યા છે. ૧૨-૧૪ વર્ષના તરૂણો પૈકી ૨૭૯૬૦ ને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચુક્યો છે. રસીના અત્યાર સુધીમાં કુલ ૬૬,૮૬૫ ડોઝ અપાઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૦,૬૨,૨૯,૬૮૨ ડોઝ અપાઇ ચુક્યા છે.SSS