રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૩૩ કેસ નોંધાયા

ગાંધીનગર, કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૩૩ કેસ નોંધાયા છે. બીજી તરફ ૧૨ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૪૪૬ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકાએ પહોંચી ચુક્યો છે. જાે કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ ૪૫,૦૭૩ ડોઝ અપાયા હતા.
જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૭૩ કેસ એક્ટિવ છે. જે પૈકી ૦૧ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૧૭૨ નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ૧૨,૧૩,૪૪૬ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જાે કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૪૪ નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૨૪, વડોદરા કોર્પોરેશનમાં ૮, જામનગર કોર્પોરેશનમાં ૧ એમ કુલ ૩૩ કેસ નોંધાયા છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૯૧૧ ને પ્રથમ તથા ૧૩૧૩૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૫-૧૭ વર્ષના કિશોરો પૈકી ૧૬૧ ને પ્રથમ અને ૩૩૬૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ ઉપરાંત ૭૭૦૯ ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના તરૂણો પૈકી ૨૬૪૯ ને રસીનો પ્રથમ અને ૧૭૧૪૩ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૪૫,૦૭૩ કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૦,૮૨,૪૮,૧૪૭ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS