રાજ્યમાં કોરોના વાયરસના નવા ૨૮ કેસ સામે આવ્યા
ગાંધીનગર, કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જાેવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૨૮ કેસ નોંધાયા છે.
બીજી તરફ ૨૩ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૪૯૦ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકાએ પહોંચી ચુક્યો છે. જાે કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ ૩૨,૪૩૨ ડોઝ અપાયા હતા.
જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૮૮ કેસ એક્ટિવ છે. જે પૈકી ૦૧ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૧૮૭ નાગરિકો સ્ટેબલ છે.
આ ઉપરાંત અત્યાર સુધીમાં ૧૨,૧૩,૪૯૦ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જાે કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૪૪ નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે.
જાે કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૨૦, વડોદરા કોર્પોરેશન ૨, આણંદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, ખેડા અને મહેસાણામાં ૧-૧ કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ ૨૮ કેસ નોંધાઇ નોંધાયા હતા.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૬૨૪ ને પ્રથમ તથા ૧૨૭૭૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના કિશોરો પૈકી ૧૬૩ ને પ્રથમ અને ૨૫૯૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
આ ઉપરાંત ૪૭૯૭ ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના તરૂણો પૈકી ૧૮૪૬ ને રસીનો પ્રથમ અને ૯૬૨૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૩૨,૪૩૨ કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૦,૮૩,૧૮,૯૪૧ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS