રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૩૩ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં આજે પણ કોરોનાના નવા ૩૩ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૨૫ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૫૮૮ નાગરિકો દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકાએ પહોંચી ચુક્યો છે. જાે કે રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે રસીના કુલ ૨૪,૦૮૬ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૨૨ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૨ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૨૨૦ નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત ૧૨,૧૩,૫૮૮ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું.
સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૨૨ નોંધાયા છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ૩, વડોદરા કોર્પોરેશનમાં ૩, અમદાવાદમાં ૧, સુરત ૧ એમ કુલ ૩૩ કેસ નોંધાયા છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૭૧૫ ને રસીનો પ્રથમ જ્યારે ૯૦૮૩ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૧૧ ને રસીનો પ્રથમ અને ૯૩૩ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૬૬૮૬ ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૬૨૧ ને રસીનો પ્રથમ અને ૫૯૩૭ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ ૨૪,૦૮૬ ડોઝ આજના દિવસમાં જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૦,૮૪,૦૫,૩૨૩ કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS