રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૩૨ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૩૨ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૩૧ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૭૧૬ દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૯૧,૩૫૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૦૫ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૨ નાગરિક વેન્ટિલેટર પર છે. તમામ ૨૦૩ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૩,૭૧૬ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે.
તો બીજી તરફ ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૯, વડોદરા કોર્પોરેશન ૮ અને ગાંધીનગર કોર્પોરેશન ૩, અમદાવાદ અને સુરતમાં ૧-૧ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૮૧૧ નાગરિકોને રસીનો પ્રથમ અને ૨૧૭૭૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૩૯ ને રસીનો પ્રથમ અને ૮૫૪૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૩૮૩૯૦ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૧૧૭૦ ને રસીનો પ્રથમ અને ૨૦૫૨૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૯૧,૩૫૫ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૮૬,૦૨,૮૬૦ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.ss3kp