રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૨૩ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૨૩ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૩૩ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૯૨૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં આજે કોરોનાના કુલ ૯૫,૭૮૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૯૪ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૧૯૪ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૨,૧૩,૯૨૦ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે.
તો બીજી તરફ ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૧૫, વડોદરા કોર્પોરેશનમાં ૪, ગાંધીનગર કોર્પોરેશન ૩ અને રાજકોટ કોર્પોરેશનમાં ૧સહિત કુલ ૨૩ નવા કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૧૧૮૨ નાગરિકોને રસીનો પ્રથમ અને ૪૨૫૬૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૬૨૭ ને રસીનો પ્રથમ અને ૪૨૧૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૩૨૬૯૦ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૧૮૪૨ ને રસીનો પ્રથમ અને ૧૨૬૭૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૯૫,૭૮૫ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૮,૧૫,૬૭૯ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP